logo

"આ ઉત્સાહ ઉમંગ અને જોશ, ભાજપના વિજયનો છે જયઘોષ" ડાંગ-વલસાડ લોકસભા ક્ષેત્રના વાંસદા ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah સાહેબે "વિજય સંકલ્પ સભા"માં ઊમટેલ જનસાગરને સંબોધી, સૌ નાગરિકોને ભાજપાની પ્રચંડ જીત માટે આહ્વાન કર્યું.

"આ ઉત્સાહ ઉમંગ અને જોશ,
ભાજપના વિજયનો છે જયઘોષ"

ડાંગ-વલસાડ લોકસભા ક્ષેત્રના વાંસદા ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah સાહેબે "વિજય સંકલ્પ સભા"માં ઊમટેલ જનસાગરને સંબોધી, સૌ નાગરિકોને ભાજપાની પ્રચંડ જીત માટે આહ્વાન કર્યું.

ઉપસ્થિત સર્વે લોકોમાં ભાજપ સરકારે કરેલા પ્રગતિના કાર્યો અને કલ્યાણકારી યોજનાઓ માટે સંતોષની લાગણી સ્પષ્ટ જોવા મળી તેમજ ગામડે ગામડે વિકાસના કમળ પ્રત્યે જોવા મળતો અદભૂત પ્રતિસાદ દર્શાવે છે કે પ્રજા દેશનું સુકાન ફરી એકવાર મોદી સાહેબના નેતૃત્વ વાળી ભાજપ સરકારને સોંપવા માટે તૈયાર છે.

આ પ્રસંગે ગુજરાત સરકારના માન. નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, ક્લસ્ટર પ્રભારી શ્રી ભરતભાઈ પંડ્યા, પ્રદેશ ઉપપ્રમુખશ્રીઓ શ્રી જનકભાઈ પટેલ, શ્રીમતિ ઉષાબેન પટેલ, પ્રદેશ મંત્રી શ્રીમતિ શીતલબેન સોની, લોકસભા પ્રભારી શ્રી કરશનભાઈ ટીલવા, લોકસભા સંયોજકશ્રી ગણેળભાઈ બિરારી, વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, ડાંગ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાંવિત, નવસારી જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભૂરાલાલ ભાઈ શાહ, વિધાનસભાના દંડક શ્રી વિજયભાઈ પટેલ, સાસદશ્રી ડો. કે સી પટેલ તેમજ પાર્ટીના હોદ્દેદારો અને ધારાસભ્યશ્રીઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.

#LokasabhaElection2024 #valsad

2
428 views